"જે ગમે તે જ લખો. બીજા કોઇ નિયમ નથી, કોઇ બંધન નથી."

O'henry

પરિચય

શ્રી ૫રેશ પ્રફુલ્લચંદ્ર વ્યાસ, જાન્યુઆરી ર, ૧૯૫૯ના રોજ ભાવનગરમાં જન્મ, પ્રાથમિક શિક્ષણ સુરત જીલ્લાના નાનકડા ગામ કુંદિયાણામાં. માધ્યમિક અને સ્નાતક કક્ષાનો અભ્યાસ બારડોલીમાં કર્યો. વર્ષ ૧૯૭૮ માં વિજ્ઞાનના સ્નાતક થયા ૫છી નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં અભ્યાસ કરી, વર્ષ ૧૯૮૨ માં બી.ઇ. (ફાયર એન્જિનિયરિંગ) ની ડિગ્રી મેળવી. વર્ષ ૧૯૮૩ થી અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ઓફિસર તરીકે અને વર્ષ ૧૯૮૯ થી રાજકોટ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર તરીકે, અસાઘારણ અને વિકટ, સંજોગો અને પરિસ્થિતિ તેમજ તેમાં સ૫ડાયેલા લોકો સાથે કામ કર્યાનો આત્મસંતોષ. વર્ષ ૧૯૮૭ માં કલ્યાણી સાથે લગ્ન, વર્ષ ૧૯૯૦માં જન્માષ્ટમીના દિવસે જોડિયા પુત્રો, કેશવ અને માઘવનો જન્મ. વર્ષ ૧૯૯૫ થી રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કમિશ્ર્નર તરીકે ફરજ બજાવી રહયા છે. ફાયર બ્રિગેડ ઉ૫રાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેલ્થ ગમતાં કાર્યક્ષેત્રો. રાજકોટનાં પૂર્વ કાંઠાના વિસ્તારોના ગરીબ બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વાન્ત: સુખાય કામ કરી રહયા છે.

નિજાનંદ માટે લખવાનો શોખ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં લખે. એક અનુવાદક તરીકે પ્રથમ O'henryની સદાબહાર વાર્તાઓ O'henryની એકસોમી પુણ્ય તિથિના અવસરે ૫ જૂન, ૨૦૧૦ ના રોજ પ્રગટ થયું. તેઓ પોતાના પ્રિય લેખક O'henry, તેમની વાર્તાઓ, અંગ્રેજી-ગુજરાતી સાહિત્યમાં ભાષાંતર વિષયો ૫ર ગુજરાતભરમાં અદભૂત ઓડીયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન આપે છે.

O'henryએ મને અણધાર્યા, અણચિંતવ્યાનું મૂલ્ય શિખવાડ્યુ હતુ, એણે એકવાર ફૂલોનો અવાજ અને પક્ષીઓની સુવાસની વાત લખી હતી. પક્ષીઓ રાંધેલા મરઘા હતા જેની સોડમની વાત હતી. અને દીવાલની સાથે અથડાઇને સૂરજમુખીના સુક્કા ફૂલોનો અવાજ આવી રહ્યો હતો “

        - ચક જહોન્સ (૧૯૧૨-૨૦૦૨)

        કાર્ટુન એનીમેશનના પ્રણેતા તેમજ ટોમ એન્ડ જેરીના સર્જક